Updated On: 05-Feb-2026
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા બાબત
પ્રતિ,
આચાર્યશ્રી,
પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શાળાઓ તમામ,
સુરત જિલ્લો.
*વિષય : પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા બાબત.*
આથી પ્રાથમિક ,માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા-06/02/2026 ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ સવારે 10-00 કલાકેથી "પરીક્ષા પે ચર્ચા" અન્વયે દેશના તમામ પરીક્ષાર્થી વિધાર્થીઓને સંબોધવાના હોય આપની શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકશ્રીઓ તથા વાલીશ્રીઓ સદર કાર્યક્રમ નિહાળે અને માનનીય વડાપ્રધાન સાહેબશ્રીના વક્તવ્ય થકી પ્રોત્સાહન મેળવે તે મુજબનું આયોજન કરવાનું રહેશે.
*પરીક્ષા પે ચર્ચાની Youtube લિંક.**
https://www.youtube.com/watch?v=jLOnhTOhsPc